events

IITE University સંલગ્ન રાજકોટની ઇન્સ્ટિટયૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ, પી ડી માલવિયા બી.એડ કોલેજ અને જે જે કુંડલીયા બીએડ કોલેજના સંયુક્ત ઉપક્રમે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ ખાતે સ્વ. વિજયભાઈ ધોળકિયા સ્મૃતિ ખંડમાં કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્ય શાળાના મુખ્ય વક્તા તરીકે જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાં સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિધાનસભાની રચના, ધારાસભ્ય ની ફરજો, વિધાનસભામાં કાયદો બનાવવાની પ્રક્રિયા અને રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની કામગીરીના સંદર્ભે તાલીમાર્થીઓને તલસ્પર્શી માહિતી આપી હતી.